પોસ્ટ્સ

જીમ ના સભ્ય બન્યા પછી..🏋️🏋️

જીમ ના સભ્ય બન્યા પછી વ્યક્તિએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. ૧. ખુલતા અને બને ત્યાં સુધી કોટન ના ઢીલા કપડાં પહેરવા જોઈએ. જેમ કે ટી શર્ટ, શોર્ટ્સ, લોઅર એ સિવાય પુરુષોએ ચુસ્ત અંડરવેર કે સપોર્ટર  તેમજ મહિલાઓએ ચુસ્ત બ્રા કે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ. ૨. બને ત્યાં સુધી કોઈ કારણ માં હોય તો સવારમાં જવું જોઈએ. ૩. હળવા ખાદ્ય પદાર્થો થોડા પ્રમાણ માં લેવા જોઈએ. ૪. ટ્રેઈનર ના બતાવ્યા પ્રમાણે વર્કઆઉટ કરવું. કોઈ વર્કઆઉટ સમજમાં ના આવે તો ટ્રેઈનર નો સંપર્ક કરવો. ૫. શરીર ને ગરમ એટલેકે વાર્મ અપ કર્યા પછી જીમના સાધનો દ્વારા વર્કઆઉટ કરવું. જો તેમ નહીં કરવામાં આવે તો ઇજા થવાનો ભય છે. ૬.બીજાને જોઈને ઉત્સાહ માં આવી ભારે વજન ઊંચકવું નહીં. આમાં પણ ઇજા થવાનો પૂરો ભય છે. ૭. વર્કઆઉટ માટે ટાઇમ ટેબલ બનાવવો. કયા દિવસે શરીરના કયા ભાગનું વર્કઆઉટ કરવું. ૮. ટ્રેનર પાસે તમારે તમારા શરીરના અલગ અલગ ભાગઓના માપ તેમજ વજન ને નોંધી રાખવા. જેથી મહિના પછી કેટલો ફેરફાર થયો છે. તે જાણી શકાય.  ૯. ઇયર ફોન નો ઉપયોગ કરીને વર્કઆઉટ કરવું નહીં. ૧૦. સાધનોનો ઉપયોગ સાવચેતીથી કરવો. જેથી કરીને તમને ઇજા થવાનો કે બીજા કોઈને ઇજા થવાનો ભય...

જીમ જતા પહેલા .....🏃🚶🧎🤸

જીમ જતા દરેક વ્યક્તિએ નીચેની વાતોનું ધ્યાન રાખવું. ૧. કોઈ પણ વ્યક્તિએ સીધા જોશમાં આવીને જીમનું સભ્યપદ લેવું નહિ. જેમ કે એક મહિનાની ₹૧૦૦૦.૦૦ અને ત્રણ મહિનાની ₹૨૫૦૦.૦૦  તમને યોગ્ય લાગે તોજ સભ્યપદ લેવું. આ માટે તમારે ત્રણ ચાર દિવસ ટ્રાયલ કરવું. મારું અવલોકન છે કે કેટલાક જીમ ઉત્સાહમાં આવીને જોઈન કરે છે ત્યારબાદ કેટલાક એક અઠવાડિયા માં થાકી જય છે. ૨. જીમ જવાનો પ્લાન કરો એના એક મહિના પહેલા તમારે પુશ અપ, પુલ અપ, સીટ અપ, રનીંગ જેવી કાર્ડિયો એક્સરસાઇઝ કરવી. જેથી તમારું શરીર જીમ માટે ટેવાય એ જરૂરી છે. કેમ કે સીધા જીમમાં ગયા પછી ત્યાં વર્કઆઉટ કર્યા પછી સાંધા અને સ્નાયુ માં દુખાવો થાય છે. ૩. જીમમાં જરૂરી સાધનો છે? છે તો કેવી સ્થિતિમાં છે? ટ્રેઈનર છે? જીમ નું કદ એટલે કે કેટલી જગ્યામાં ફેલાયેલું છે? આ બાબતો ઉપર ધ્યાન રાખવા જેવું છે. સાધનો સારી સ્થિતિ હોવી જરૂરી છે સાથે જીમ સાંકડી જગ્યામાં માં ના હોવું જોઈએ. ૪. શક્ય હોય તો એ.સી. જીમમાં જવાનું ટાળવું. વધારે માહિતી આવનાર બ્લોગમાં વાંચવા મળશે.....