જીમ જતા પહેલા .....🏃🚶🧎🤸
જીમ જતા દરેક વ્યક્તિએ નીચેની વાતોનું ધ્યાન રાખવું.
૧. કોઈ પણ વ્યક્તિએ સીધા જોશમાં આવીને જીમનું સભ્યપદ લેવું નહિ. જેમ કે એક મહિનાની ₹૧૦૦૦.૦૦ અને ત્રણ મહિનાની ₹૨૫૦૦.૦૦
તમને યોગ્ય લાગે તોજ સભ્યપદ લેવું. આ માટે તમારે ત્રણ ચાર દિવસ ટ્રાયલ કરવું.
મારું અવલોકન છે કે કેટલાક જીમ ઉત્સાહમાં આવીને જોઈન કરે છે ત્યારબાદ કેટલાક એક અઠવાડિયા માં થાકી જય છે.
૨. જીમ જવાનો પ્લાન કરો એના એક મહિના પહેલા તમારે પુશ અપ, પુલ અપ, સીટ અપ, રનીંગ જેવી કાર્ડિયો એક્સરસાઇઝ કરવી. જેથી તમારું શરીર જીમ માટે ટેવાય એ જરૂરી છે. કેમ કે સીધા જીમમાં ગયા પછી ત્યાં વર્કઆઉટ કર્યા પછી સાંધા અને સ્નાયુ માં દુખાવો થાય છે.
૩. જીમમાં જરૂરી સાધનો છે? છે તો કેવી સ્થિતિમાં છે? ટ્રેઈનર છે? જીમ નું કદ એટલે કે કેટલી જગ્યામાં ફેલાયેલું છે? આ બાબતો ઉપર ધ્યાન રાખવા જેવું છે. સાધનો સારી સ્થિતિ હોવી જરૂરી છે સાથે જીમ સાંકડી જગ્યામાં માં ના હોવું જોઈએ.
૪. શક્ય હોય તો એ.સી. જીમમાં જવાનું ટાળવું.
વધારે માહિતી આવનાર બ્લોગમાં વાંચવા મળશે.....
ટિપ્પણીઓ
કોઈ વિષય બતાવી શકો છો, જેના ઉપર હું આપ માટે બ્લોગ લખી શકું.આભાર..ધન્યવાદ..