જીમ ના સભ્ય બન્યા પછી..🏋️🏋️

જીમ ના સભ્ય બન્યા પછી વ્યક્તિએ નીચેની બાબતો ધ્યાનમાં રાખવી.
૧. ખુલતા અને બને ત્યાં સુધી કોટન ના ઢીલા કપડાં પહેરવા જોઈએ. જેમ કે ટી શર્ટ, શોર્ટ્સ, લોઅર
એ સિવાય પુરુષોએ ચુસ્ત અંડરવેર કે સપોર્ટર  તેમજ મહિલાઓએ ચુસ્ત બ્રા કે સ્પોર્ટ્સ બ્રા પહેરવી જોઈએ.
૨. બને ત્યાં સુધી કોઈ કારણ માં હોય તો સવારમાં જવું જોઈએ.
૩. હળવા ખાદ્ય પદાર્થો થોડા પ્રમાણ માં લેવા જોઈએ.
૪. ટ્રેઈનર ના બતાવ્યા પ્રમાણે વર્કઆઉટ કરવું. કોઈ વર્કઆઉટ સમજમાં ના આવે તો ટ્રેઈનર નો સંપર્ક કરવો.
૫. શરીર ને ગરમ એટલેકે વાર્મ અપ કર્યા પછી જીમના સાધનો દ્વારા વર્કઆઉટ કરવું. જો તેમ નહીં કરવામાં આવે તો ઇજા થવાનો ભય છે.
૬.બીજાને જોઈને ઉત્સાહ માં આવી ભારે વજન ઊંચકવું નહીં. આમાં પણ ઇજા થવાનો પૂરો ભય છે.
૭. વર્કઆઉટ માટે ટાઇમ ટેબલ બનાવવો. કયા દિવસે શરીરના કયા ભાગનું વર્કઆઉટ કરવું.
૮. ટ્રેનર પાસે તમારે તમારા શરીરના અલગ અલગ ભાગઓના માપ તેમજ વજન ને નોંધી રાખવા. જેથી મહિના પછી કેટલો ફેરફાર થયો છે. તે જાણી શકાય. 
૯. ઇયર ફોન નો ઉપયોગ કરીને વર્કઆઉટ કરવું નહીં.
૧૦. સાધનોનો ઉપયોગ સાવચેતીથી કરવો. જેથી કરીને તમને ઇજા થવાનો કે બીજા કોઈને ઇજા થવાનો ભય માં રહે.
૧૧. વર્કઆઉટ પછી ઓછા માં ઓછા ૩૦ મિનિટ પછી ખાવું જોઈએ. 
વધારે માહિતી આવનાર બ્લોગમાં વાંચવા મળશે... 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જીમ જતા પહેલા .....🏃🚶🧎🤸